મોરબી : રફાળેશ્વર નજીક તિથવા ગામની સીમમાં જુગાર રમતા ૪ ની ધરપકડ
SHARE
મોરબી : રફાળેશ્વર નજીક તિથવા ગામની સીમમાં જુગાર રમતા ૪ ની ધરપકડ
વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફે જડેશ્વર મંદિર તરફ જતા રસ્તે આવેલી સાગર ગૌશાળા નજીક તીથવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઇસમોની રોકડ રકમ સાથે ધરપકડ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે જડેશ્વર મંદિરથી સાગર ગૌશાળા જતા રસ્તે તિથવા ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલ હશન હનીફ કુરેશી જાતે સીપાઈ (૨૩) રહે.કુંભારપરા વાંકાનેર, હિરેન ભાખા માણેક જાતે લોહાણા (૨૯) રહે.વાંકાનેર મેઇન હાઇવે રોડ મામા મંદિર વાળી જેસાણી ટાયર સામેની શેરીમાં, શરીફ વલીમામદ સેખાણી જાતે મેમણ (૩૫) રહે.લક્ષ્મીપરા વાંકાનેર અને સમીર ઈકબાલ કચ્છી જાતે મેમણ (૩૦) રહે.જીનપરા રામજી મંદિર પાસે વાંકાનેરની ધરપકડ કરવામાં આવી હતી. ચાર ઈસમો પાસેથી કુલ મળીને રોકડા રૂપિયા ૧૨,૩૫૦ મળી આવતાં જુગારધારા કલમ-૧૨ હેઠળ ચારેય વિરૂધ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે રાતીદેવડી ગામ નજીક મોડી રાત્રીના શંકાસ્પદ હાલતમાં રખડતાં ભટકતાં નિતેશ બટુક વિરસોડીયા કોળી (૨૮) રહે.ગાયત્રીનગર નવાપર વાંકાનેર વિરુદ્ધ કલમ ૧૨૨(સી) હેઠળ અટકાયતી પગલા ભર્યા હતા.
દારૂ સાથે પકડાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ મદીના પેલેસ નજીકથી નીકળેલ યાકુબ સલેમાન કૈડા જાતે સંધિ (૨૭) રહે.પંચાસર રોડ ગીતા ઓઇલ મિલ પાસેની ઝડપી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં યાકુબ સલેમાન કૈડાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે આ બોટલ ક્યાંથી મેળવી..? તે દિશામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ શરૂ કરી છે.
ઝપાઝપીમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સરાણીયા વાસ વિસ્તારમાં રહેતા મેપાભાઇ નાથાભાઈ પરમાર જાતે સરાણીયા નામના ૩૨ વર્ષીય યુવાનને અજય ઉર્ફે પકો, પકો તથા ફૂલો એ બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે ખસેડાયો હતો.