મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલીયાની સર્જનાત્મક કલમને પ્રદેશ કક્ષાએ મળ્યું પ્રથમ ક્રમાંકનું બિરુદ


SHARE









ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલીયાની સર્જનાત્મક કલમને પ્રદેશ કક્ષાએ મળ્યું પ્રથમ ક્રમાંકનું બિરુદ
 
ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે રાજ્ય કલા મહાકુંભ અંતર્ગત જિલ્લા તથા પ્રદેશ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને કલાકારોની સુષુપ્ત પ્રતિભાને પ્રકાશમાં લાવવા તથા તેમની કળાને પ્રોત્સાહન આપવા હેતુસર ગાયન, વાદન, નૃત્ય, સાહિત્ય લેખન સહિતની અનેક પ્રતિસ્પર્ધાઓ યોજાઈ હતી.
 
આ પ્રસંગે ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન બચુભાઈ પીપલીયાએ સાહિત્ય લેખન વિભાગની કાવ્ય લેખન સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની કલમની ગર્ભીય અભિવ્યક્તિ, કાવ્યરચનાની સચોટતા અને ભાવનાસભર રજૂઆતને મૂલ્યાંકન મંડળે વિશેષ બિરદાવ્યા હતા.જીવતીબેનની આ સિદ્ધિને અનુલક્ષીને જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલબેન વ્યાસ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – મોરબી–ટંકારા તથા લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર અને એસ.એમ.સી. દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.તેમની આવનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વધુ ઉત્તમ પ્રદર્શન થાય અને મોરબી જિલ્લાના શિક્ષણ જગતનું નામ રાજ્ય સ્તરે પ્રખર રીતે ઉજાગર થાય તેવી સૌએ શુભકામનાઓ વ્યક્ત કરી છે.



Latest News