ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

થર્ટી ફાસ્ટની અસર !: મોરબી નજીક ગોડાઉનમાંથી 9516 બોટલ દારૂ-3000 બિયરના ટીન ઝડપાયા, 94.77 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ 


SHARE







થર્ટી ફાસ્ટની અસર !: મોરબી નજીક ગોડાઉનમાંથી 9516 બોટલ દારૂ-3000 બિયરના ટીન ઝડપાયા, 94.77 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ 

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામ પાસે આવેલ ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ગોડાઉનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 9516 બોટલ દારૂ તથા 3000 બિયરના ટીમળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયર તથા બોલેરો ગાડી આમ કુલ મળીને 94,77,480 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે ગોડાઉન ધારક તથા બોલેરોનો કબ્જેદાર કે માલિક ત્યાં હાજર ન હોય હાલમાં તેઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં અગાઉ જુદા જુદા વિસ્તારમાં ગોડાઉનમાંથી દારૂ બિયરના મોટા જથ્થા પકડાયા હતા ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ અને તેઓની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તેવામાં મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામની સીમમાં ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગની અંદર આવેલ ગોડાઉનમાં તેજસભાઈ મનુભાઈ વહેરા નામનો શખ્સ દારૂ અને બિયરનો જથ્થો રાખીને ત્યાંથી તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેને આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 9,516 બોટલો મળી આવી હતી જેથી 85,45,200 રૂપિયાની કિંમતનો દારૂ તથા બિયરના 3 હજાર ટીમળી આવતા 6,32,280 ની કિંમતનો બિયરનો જથ્થો તેમજ દારૂ બિયરના જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતી બોલેરો ગાડી નંબર જીજે 13 ડબલ્યુ 2878 જેની કિંમત 3 લાખ રૂપિયા મળીને 94,77,480 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેજસભાઈ મનુભાઈ વહેરા રહે. ધરમપુર તાલુકો મોરબી તેમજ બોલેરો ગાડીના કબજેદાર અને માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ પીએસઆઈ એસ.એચ.ભટ્ટ તથા ડી.ડી.જોગેલા અને સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી






Latest News