મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 10 સામે 34.82 લાખથી વધુના સાયબર ફ્રોડની બે ફરિયાદ: આરોપીઓને પકડવા તજવીજ


SHARE









મોરબી જીલ્લામાં 10 સામે 34.82 લાખથી વધુના સાબર ફ્રોડની બે ફરિયાદ: આરોપીઓને પકડવા તજવીજ

સમગ્ર ભારતદેશની અંદર સાઇબર ક્રાઈમના ગુના દિવસેને દિવસે વધી રહ્યા છે અને લોકોની સાથે યેનકેન પ્રકારે છેતરપિંડી, ઠગાઈ કે વિશ્વાસઘાત કરીને સાબર ફ્રોડ કરવામાં આવતા હોય છે તેવામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાબર ક્રાઇમના વધુ બે ગુના નોંધાયેલા છે જેમાં કુલ મળીને 34.82 લાખથી વધુની રકમ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં આવી હતી અને તેને ચેક અથવા તો એટીએમથી વિટ્રો કરીને સગેવગે કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં કાયદાના સંકર્ષમાં આવેલ કિશોર સહિત ફૂલ મળીને 10 વ્યક્તિઓની સામે જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વધુ એક સાબર ફ્રોડનો ગુનો નોંધાયો છે જેમાં બેંકના જુદા જુદા એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડથી 20,81,347 રૂપિયા આવ્યા હતા અને તેને ચેક અથવા તો એટીએમથી વિટ્રો કરીને સગેવગે કરવામાં કરવામાં આવ્યા હતા અને તેના માટે બેન્ક એકાઉન્ટ ધારકોને ત્રણ-ત્રણ ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે જેથી હાલમાં સાબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના કર્મચારી મનોજભાઈ ઠાકરશીભાઈ લકુમ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેમજ ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, મુસ્તાક હારૂણભાઇ રામા રહે. બી-7 બ્લોક નંબર 102 પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, સંજયભાઈ રાજપુત રહે. જૂન જૂન રાજસ્થાન, નિકુંજ પ્રવીણભાઈ દલસાણીયા રહે. ઉમિયાનગર ચિતલ રોડ બાબરા, જયદેવ ભરતભાઈ કરથીયા રહે. ગ્રીન ચોક કંસારા શેરી જુમા મસ્જિદની બાજુમાં મોરબી અને રક્ષિત કલ્પેશભાઈ કુંવરિયા રહે. ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર રેસીડેન્સી ભીમનાથ-એ બ્લોક નંબર 401 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સાયબર ક્રાઇમનો બીજો ગુનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે જેમાં પી.એસ.આઇ. વાય.પી. વ્યાસે આરોપી પ્રતીક જીતેશભાઈ કુબાવત રહે. શ્રી રામ હરી પાર્ક અરૂણોદયનગર મોરબી, મહાવીરસિંહ પપ્પુભા વાઘેલા રહે. પીપળી મોરબી અને રવિભાઈ ગઢવી રહે. મોરબી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્રણેય આરોપીઓએ લાગતા વળગતાઓ સાથે મિલાપીપણું કરીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું કરીને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડથી કે છેતરપિંડીથી મેળવેલ રકમ સગેવગે કરી હતી અને પ્રતિક કુબાવત અને મહાવીરસિંહ વાઘેલાને એજન્ટ તરીકે નીમી તેઓએ આર્થિક લાભ આપવા લાલચ આપી બે ટકા કમિશન પેટે આપતા હતા અને તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી 14,01,992 ની રકમ આવી હતી જેને ચેકથી અથવા તો એટીએમથી વીડ્રો કરી સાબર ફ્રોડથી મેળવેલાં નાણાં સગેવગે કરીને ગુનો કર્યો હતો જેથી પોલીસે હાલમાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News