મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પાછો લેવા જૂના કોન્ટ્રાક્ટરે હથિયાર બતાવીને મેનેજરને આપી ધમકી: 4 સામે ફરિયાદ


SHARE









વાંકાનેરના વઘાસિયા ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પાછો લેવા જૂના કોન્ટ્રાક્ટરે હથિયાર બતાવીને મેનેજરને આપી ધમકી: 4 સામે ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાના મેનેજરને અગાઉ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ રાખનાર વ્યક્તિ દ્વારા ટોલનાકાની ઓફિસમાં આવીને પોતાનું લાયસન્સ વાળું હથિયાર બતાવીને ધમકી આપવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટ પરત આપવાનું કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મેનેજર દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મિસરી હોટલ પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વઘાસીયા ટોલનાકામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (37)એ રવિરાજસિંહ ઝાલા, હરુભા તથા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ વઘાસીયા ટોલનાકે પોતાની ઓફિસમાં હતા ત્યારે ચારેય આરોપીઓ તેની ઓફિસમાં આવ્યા હતા અને ત્યારે રવિરાજસિંહ ઝાલાએ પોતાના લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખીને આરોપીઓને ટોલનાકાનો અગાઉ કોન્ટ્રાક્ટ હતો જે મૂકી દીધેલ હોય તેને પરત આપવા માટે ફરિયાદીને કહ્યું હતું અને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News