મોરબીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 7 વ્યક્તિ 51,200 ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 7 વ્યક્તિ 51,200 ની રોકડ સાથે પકડાયા
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 51,200 ની રોકડ કબજે કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રાજપર ખારી વિસ્તારમાં ધનજીભાઈના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (32). રહે. ત્રાજપર ખારી મોરબીમ શીતલબેન કાનજીભાઈ પીપળીયા (39) રહે. ત્રાજપર મોરબી, રંજનબેન અમરસીભાઈ દેગામા (55) રહે, કુલીનગર મોરબી, અંજનાબેન હસુભાઈ નિમાવત (30) રહે. વાવડી રોડ રાધા પાર્ક સોસાયટી મોરબી, નિમુબેન રાજેશભાઈ સનુરા (50) રહે. ત્રાજપર ખારી મોરબી, વનિતાબેન હરેશભાઈ રાઠોડ (32) રહે. ત્રાજપર ખારી મોરબી તથા ચંદુભાઈ વીરજીભાઈ દુદકીયા (30) રહે. ત્રાજપર ખારી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 51,200 ની રોકડ સાથે તમામને ઝડપી લઈને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ચાર બોટલ દારૂ
મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-2 માંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ પડી આવતા 480 રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી સમશાદ ઉર્ફે સમીર જુસબભાઇ કટીયા (26) રહે. લાતી પ્લોટ શેરી નં. 2-3 ની વચ્ચે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે