હળવદમાં દારૂના ગુનામાં સંડાવેલા ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
માળીયા (મી)ના કાજરડા ગામેથી બીમાર માતાને સારવાર માટે લઈ જતાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને બે ભત્રીજાઓએ કર્યો છરી વડે હુમલો: વૃદ્ધ સહિત ત્રણને ઇજા
SHARE
માળીયા (મી)ના કાજરડા ગામેથી બીમાર માતાને સારવાર માટે લઈ જતાં યુવાન ઉપર ભાઈ, ભાભી અને બે ભત્રીજાઓએ કર્યો છરી વડે હુમલો: વૃદ્ધ સહિત ત્રણને ઇજા
માળીયા (મી)ના કાજરડા ગામે રહેતી બીમાર માતાને સારવાર માટે યુવાન લઈને જઈ રહ્યો હતો દરમિયાન તેના મોટા ભાઈને બે દીકરાઓએ છરી વડે યુવાન ઉપર હુમલો કરીને તેને છરીના ઘા માર્યા હતા તેમજ યુવાનના બીજા ભત્રીજાના એક દીકરા અને યુવાનની માતાને માર માર્યો હતો જેથી તે ત્રણેયને સારવાર માટે તાત્કાલિક મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાનને રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા રહેમતબેન જુસબભાઈ બાબરીયા (75) નામના વૃદ્ધા બીમારા હતા જેથી ધાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતો તેનો દીકરો હસનભાઈ જુમાભાઇ બાબરીયા (40) તેઓને દવાખાને લઈ જવા માટે થઈને કાજરડા ગામે આવ્યો હતો અને ત્યાંથી તે પોતાની માતાને સારવાર માટે લઈને જઈ રહ્યા હતા દરમિયાન હસનભાઈના ભત્રીજા સુલેમાન દોસમામદ બાબરીયાએ છરી વડે હુમલો કરીને હસનભાઈને પડખા, હાથ અને શરીરે છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ જાનમામદ દોસમામદ ત્યાં આવ્યો હતો અને તેણે પણ હસનભાઈને માર માર્યો હતો ત્યારે તેને વચ્ચે બચાવવા માટે પડેલ હસનભાઈના બીજા ભાઈ અલાઉદ્દીન ભાઈના દિકરા અસગર બાબરીયાને પણ માર મારીને ઇજા કરી હતી તેમજ બીમાર માતા રહેમતબેનને પણ માર મારીને ઈજા કરી હતી જેથી તે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મોરબી લઈને આવ્યા હતા અને ત્યારબાદ હસનભાઈ બાબરીયાને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે
હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત હસનભાઈ બાબરિયાના ભત્રીજા મુસ્તાક અલાઉદીન બાબરીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના દાદી રહેમતબેન બીમાર હોય તેમને સારવાર માટે તેના કાક હસનભાઈ લઈ જઈ રહ્યા હતા દરમિયાન તેના મોટા બાપુ દોસમામદભાઈ બાબરીયા તથા તેના બે દીકરા સુલેમાનભાઈ અને જાનમામદ અને તેના પત્ની તારબાય દોસમામદભાઈએ હુમલો કર્યો હતો અને હસનભાઈ, અસગરભાઈ તથા રહેમતબેનને માર મારીને ઈજા કરી છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે,