મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં અસામાજિકતત્વોએ સરકારી જમીન ઉપર ખડકી દીધેલાં પાકા મકાન રેવન્યુ-પોલીસની ટીમે તોડી પાડ્યા: 3 કરોડની જમીન દબાણ મુક્ત


SHARE











મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં અસામાજિકતત્વોએ સરકારી જમીન ઉપર ખડકી દીધેલાં પાકા મકાન રેવન્યુ-પોલીસની ટીમે તોડી પાડ્યા: 3 કરોડની જમીન દબાણ મુક્ત

મોરબીના ઇન્દિરાનગર અને તેની બાજુમાં આવેલ મફતીયાપરામાં જુદા જુદા બે સ્થળ ઉપર અસામાજિકતત્વો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં રહેણાંક મકાન બનાવ્યા હતા જે રહેણાંક મકાનોને આજે રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ છે અને અંદાજે ત્રણ કરોડથી વધુની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે

સમગ્ર રાજ્યની અંદર અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલ કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્તારની અંદર દારૂ, શરીર સંબંધી અને અન્ય ગુનાઓમાં વારંવાર ઝડપાયેલા આરોપીઓના ગેરકાયદે જે કોઈ બાંધકામ હોય તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂના ગુના સાથે સંકળાયેલ વાલજી શામજીભાઈ જંજવાડિયા તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ મનસુખ હનાભાઈ ચાવડા નામના બે અસામાજિક તત્વોના રહેણાંક મકાનના દબાણ ઉપર રેવન્યુ વિભાગના મામલતદાર સહિતની ટીમને સાથે રાખીને જેસીબી અને હિટાચી મશીન ફેરવીને દબાણોને તોડી પડ્યા છે તેવી માહિતી મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાએ આપી હતી.

મોરબી તાલુકા મામલતદાર ચિરાગભાઈ નિમાવત પાસેથી મળેલ માહિતી મુજબ મહેન્દ્રનગર ગામે સર્વે નંબર 196 પૈકી 1 ના સરકારી ખરાબામાં આવેલ મફતિયાપરામાં વાલજી શામજીભાઈ જંજવાડીયાએ 100 ચોરસ મીટર જગ્યા ઉપર દબાણ કરીને મકાન બનાવ્યું હતું જ્યારે મહેન્દ્રનગર ગામના સર્વે નંબર 190 પૈકી 3 વાળી સરકારી જમીન ઉપર મનસુખભાઈ હનાભાઈ ચાવડા એ 250 ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને મકાન બનાવ્યું હતું આ બંને જગ્યાએ થઈને કુલ 350 ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું જે મકાનોને તોડી પાડીને જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે આ જમીનની સરકારી જંત્રી દર મુજબની 73.50 લાખ કિંમત થાય છે જો કે, બજાર કિંમત મુજબ તે 3 કરોડ કરતાં વધુની જમીન છે

અસામાજિક પ્રવૃત્તિઓમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્યારે રાજ્ય પોલીસ વડાની સુચના મુજબ સમગ્ર રાજ્યની અંદર અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે અને અવારનવાર ગુનાઓમાં પકડાતા અસામાજિક તત્વોની સામે ડીમોલેશનનું શસ્ત્ર ઉગામ્યું છે જેના ભાગરૂપે મોરબીમાં પણ જુદી જુદી જગ્યાએ અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર કરેલ દબાણ તોડી પાડવામાં આવે છે તેવામાં આજે ઇન્દિરાનગર વિસ્તારમાં 3 કરોડની કિંમતની જમીન ઉપર બુલડોઝર ફેરવીને સરકારી જમીનને રેવન્યુ અને પોલીસ વિભાગે દબાણ મુક્ત કરેલ છે.






Latest News