મોરબીના રણછોડનગર નજીક આગ લાગતા કાર બળીને ખાખ
SHARE
મોરબીના રણછોડનગર નજીક આગ લાગતા કાર બળીને ખાખ
મોરબીના બાયપાસ રોડ ઉપરથી રણછોડનગર તરફ જવાના રસ્તા ઉપરથી રાત્રિના સવા દસેક વાગ્યાના અરસામાં કાર નંબર જીજે 36 આર 3305 પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કારમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને કારમાં બેઠેલ વ્યક્તિ કારમાંથી નીચે ઉતરી ગયેલ હતી અને તાત્કાલિક આ બનાવની મહાપાલિકાના વિભાગની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી