મોરબીના બગથળા ગામનો બનાવ: કામ બાબતે પિતાએ ઠપકો આપતા સગીરે અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના બગથળા ગામનો બનાવ: કામ બાબતે પિતાએ ઠપકો આપતા સગીરે અણધાર્યું પગલું ભર્યું
મોરબીના બગથળા ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના સગીરને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને સારું નહીં લાગતા તે સગીર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બગથળા ગામે રમેશભાઈ મેરજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હરસિંગભાઈ ભુરીયાના 17 વર્ષના દીકરા ચકાભાઇ ભુરીયાએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક ચકાભાઇ ભુરીયાને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપતા તેને સારું ન લાગ્યું હતું અને તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે લઈને અવાયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.