મોરબીના બગથળા ગામનો બનાવ: કામ બાબતે પિતાએ ઠપકો આપતા સગીરે અણધાર્યું પગલું ભર્યું
મોરબીના ટિંબડી પાસે દારૂની ગોડાઉન રેડ બાદ ગોડાઉનના માલિક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના ટિંબડી પાસે દારૂની ગોડાઉન રેડ બાદ ગોડાઉનના માલિક સામે ગુનો નોંધાયો
મોરબી નજીકના ટીંબડી ગામ પાસે તાલુકા પોલીસે દારૂની ગોડાઉન રેડ કરી હતી અને દારૂ બિયરનો મોટો જથ્થો ત્યાંથી ઝડપી પાડ્યો હતો જોકે ગોડાઉનના માલિકે ભાડા કરારની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ ન હોય હાલમાં ગોડાઉનના માલિક સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ટિંબડી ગામ પાસે આવેલ ગણેશ કોમ્પલેક્ષના પાર્કિંગમાં ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 94.77 લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જોકે જે તે સમયે આરોપી સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે તેવામાં ગોડાઉનના માલિક દ્વારા ભાડા કરાર કરીને તે અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરેલ ન હતી જેથી જાહેરનામાના ભંગ સબબ ગોડાઉનના માલિક દુર્લભજીભાઈ ગણેશભાઈ છનિયારા (55) રહે. આઇકોન રેસિડેન્સી એસપી રોડ મોરબી વાળા સામે ગુનો નોંધીને તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.