મોરબીના ટિંબડી પાસે દારૂની ગોડાઉન રેડ બાદ ગોડાઉનના માલિક સામે ગુનો નોંધાયો
મોરબીના દલવાડી સર્કલ પાસે મેટાડોર ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE
મોરબીના દલવાડી સર્કલ પાસે મેટાડોર ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી વૃદ્ધ એકટીવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે મેટાડોર ચાલકે તેઓને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં વૃદ્ધને હાથે, પગે અને શરીરે ગંભીર પ્રકારની ઇજા થયેલ હતી અને તેઓનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મેટાડોર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હીરાલાલ લવજીભાઈ નકુમ (45)એ મેટાડોર નંબર જીજે 36 વી 8222 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી તેના પિતા લવજીભાઈ નકુમ (75) પોતાનું એકટીવા નંબર જીજે 3 એચએફ 7956 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે મેટાડોરના ચાલાકે પાછળથી તેના એકટીવાને ઠોકર મારતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને શરીરે નાના મોટી ઈજાઓ તથા કમર, પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા થતાં તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપી અશોકભાઈ કાનજીભાઈ ધંધુકિયા (42) રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









