મોરબીના દલવાડી સર્કલ પાસે મેટાડોર ચાલકે એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ 88 લાખની પઠાણી ઉઘરાણી, બે સામે ફરિયાદ: એકની ધરપકડ
SHARE
મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ 88 લાખની પઠાણી ઉઘરાણી, બે સામે ફરિયાદ: એકની ધરપકડ
મોરબીમાં રહેતા વેપારી યુવાનોને રૂપિયાની જરૂર હોવાથી જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા વધુ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી કુલ મળીને વધુ 88 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને યુવાન તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એક આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રાતડીયાની વાડી મેઇન કેનાલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર (35)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ રામજીભાઈ પઢીયાર રહે. નાના રામપર તથા ભરતભાઈ રબારી રહે. થોરાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2024 ના જુલાઈ મહિનામાં તેને રૂપિયાની જરૂર હોવાથી સૌપ્રથમ તેણે 1 લાખ રૂપિયા હાથ ઉછીને લીધા હતા અને ત્યારબાદ તેને નાણાંની જરૂર પડતા આરોપી પાસેથી કટકે કટકે 21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે રૂપિયા તેણે પરત આપી દીધા છે અને તેનું નોટરી લખાણ કરેલ છે છતાં પણ પ્રકાશભાઈ પઢિયાર દ્વારા ફરિયાદી પાસેથી એક લાખના એક દિવસમાં 800 રૂપિયા લેખે વ્યાજના કટકી કટકે 26 લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરીને તેની પાસેથી વધુ 78 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ છે અને જો રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપેલ છે.
જ્યારે ભરતભાઈ રબારી પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે કટકે-કટકે સાત લાખ રૂપિયા આપી દીધા છે તેમ છતાં પણ વધુ 10 લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરવામા આવતી હતી અને જો રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ છે આમ બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી યુવાને મોરબી એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી લાલજી ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ જાતે રબારી (30) રહે. પ્રાથમિક શાળા પાસે થોરાળા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









