મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ 88 લાખની પઠાણી ઉઘરાણી, બે સામે ફરિયાદ: એકની ધરપકડ
મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત
SHARE
મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા યુવાનનું ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યાવહી કરવામાં આવેલ છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા (35) નામનો યુવાન પોતે પોતાને ઘરે હતો ત્યારે કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ગૌતમભાઈ ચાવડા પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની તપાસ કરી રહેલા સતિશભાઈ ગરચર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા સાંતલપુર ખાતે રેલ્વેમાં નોકરી કરતાં હતા અને તેઓ મોરબી આવ્યા હતા દરમ્યાન તેનું તેના ઘરે મોત નીપજયું છે અને આ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયું હોવાનું હાલમાં ડોક્ટરે જણાવ્યુ છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.









