મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી નાખનારા પ્રેમીને આજીવન કેદની સજા: 35 હજારનો દંડ


SHARE





વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી નાખનારા પ્રેમીને આજીવન કેદની સજા: 35 હજારનો દંડ

વાંકાનેરમાં પરિણીતાને તેના પ્રેમીએ પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા માટે આવવા કહ્યું હતું જો કે, પરિણીતાએ ના પડી હતી જેથી કરીને પરિણીતાને તેના પ્રેમીએ કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી અને તે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 35 હજારનો દંડ ફટકાર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ તા 13/9/2014 ના રોજ વાંકાનેરના રહેવાસી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર નામની પરિણીતાએ તેના પ્રેમી આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેને આરોપી શીવાભાઈ ભાટી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો અને શીવાભાઈ ભાટીએ ફરિયાદીને તેના પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા માટે આવવા કહ્યું હતું જો કે, ફરિયાદી ના પાડી હતી જેથી શીવાભાઈ ભાટીએ ફરિયાદીને ગાળો આપીને જો તું મારી નહિ થાય તો તારા પતિની પણ નહિ થવા દઉં તેવું કહીને ફરિયાદીની માથે કેરોસીન છાંટીને કાંડી ચાંપી દીધી હતી જેથી કરીને ફરિયાદી ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો આ કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલી દલીલો તેમજ રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે અને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 35 હજારનો દંડ કર્યો છે.




Latest News