ટંકારાની જુદીજુદી દુકાનમાંથી 51 ગોગો સ્ટિક-14 રોલિંગ પેપર મળ્યા: બે વેપારી સામે કાર્યવાહી
મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુંકાવ્યુ
SHARE
મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે અલાસ્કા સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર રહેતા હરેન્દ્ર ગીતારામ સિંગ નામના યુવાને કોઈ કારણોસર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં આગળની તપાસ એમ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે.
એક બોટલ દારૂ
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 રૂપિયાની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી સાગરભાઇ નવઘણભાઈ ખાંભરીયા (23) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









