વાંકાનેરના મેસરિયા ગામે ડમ્પર ચલાવવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા-પાઇપ વડે હુમલો: પાંચ સામે ફરિયાદ
SHARE
વાંકાનેરના મેસરિયા ગામે ડમ્પર ચલાવવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા-પાઇપ વડે હુમલો: પાંચ સામે ફરિયાદ
વાંકાનેરના મેસરીયા ગામે ગામમાંથી ડમ્પર ચલાવવા બાબતે અગાઉ યુવાનને બોલાચાલી થયેલ હતી દરમિયાન યુવાન અને તેનો ભાઈ બંને રિક્ષામાં મોરબી જતા હતા ત્યારે ગારીડા ગામ હાઇવે રોડ નજીક ગાત્રાળ હોટલ સામે બોલેરો ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે મારવામાં આવ્યો હતો. જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સહકારી મંડળી વાળી શેરીમાં રહેતા અને મજૂરીકામ કરતા વિવેકભાઈ વિનુભાઈ ભુસડીયા (20)એ હાલમાં લોમકુભાઇ કાઠી રહે. મેસરિયા, કાળુભાઈ કાઠી રહે. મેસરિયા, હરેશભાઈ રહે. રંગપર દોલુભાઈ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને આરોપી લોમકુભાઈ કાઠી સાથે અગાઉ ગામમાંથી ડમ્પર ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી દરમિયાન ફરિયાદી અને તેનો ભાઈ બંને રિક્ષામાં મોરબી જતા હતા ત્યારે ગારીડા ગામ હાઇવે રોડથી ગાત્રાળ હોટલ સામેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે લોમકુભાઈ કાઠીના માણસો કાળુભાઈ કાઠી, હરેશભાઈ, દોલુભાઈ અને એક અજાણ્યો માણસ બોલેરો ગાડીમાં ત્યાં આવ્યા હતા અને લોખંડના પાઇપ તેમજ ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેને જમણા હાથની કોણીની નીચેના ભાગમાં તથા આંગળીઓમાં અને ડાબા હાથની કોણીમાં અને બંને પગમાં મારમારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









