હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર પાસે જનાવર આડું આવતા રોડ સાઇડમાં ઉતારી ગયેલ કાર ઝાડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા


SHARE









હળવદના શક્તિનગર પાસે જનાવર આડું આવતા રોડ સાઇડમાં ઉતારી ગયેલ કાર ઝાડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા

હળવદના શક્તિનગર (સુખપર) ગામ પાસે ધાંગધ્રા હાઈવે રોડ ઉપર કારની આડે અચાનક જનાવર આવી જવાના કારણે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી અને ત્યાં લીમડાના ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં કાર ચાલક સહિત બે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં કારના ચાલકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ઇજા પામેલા વ્યક્તિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોટી રવ ગામે રહેતા મયુરભાઈ ભાનુશંકર જોશી (34) નામનો યુવાન પોતાની અલ્ટો ગાડી નંબર એમએચ 5 સીવી 9718 લઈને હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ શક્તિનગર (સુખપર) ગામ પાસે સીએનજીના પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની કારની આડે જનાવર આવી જવાના કારણે યુવાનની કાર રોડ સાઈડમાં નીચેના ભાગમાં ઉતરી ગઈ હતી અને ત્યાં લીમડાના ઝાડ સાથે કાર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં કાર ચાલક મયુરભાઈ જોશીને પેટમાં અને નાકના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ કારમાં તેની સાથે બેઠેલ જયેશભાઈ રાવલને ડાબા પગની પેનીમાં તથા ડાબા પડખાના ભાગે ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન મયુરભાઈ જોશીનું મોત નીપજ્યું હતું જે બનાવની જયેશભાઈ રાવલ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબી કાલિકા પ્લોટ શેરી નં-2 માં રહેતો તનવીર અબ્દુલ ડોસાણી (18) નામના યુવાને પોતે પોતાની જાતે હાથ ઉપર તીક્ષ્ણ વસ્તુ વડે ચેકા મારી લેતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મૂળ મુંબઈના રહેવાસી પ્રવીણભાઈ હળવદિયાનો 8 વર્ષનો દીકરો પિયુષ ચરાડવા ગામે રાજનગરમાં હનુમાન ચોક પાસે હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેની સાયકલને હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News