મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં 92.88 લાખના સાયબર ફ્રોડનો જે.ડી. એન્ટરપ્રાઇઝ પેઢીના બેન્ક એકાઉન્ટ ધારક સહિત બે સામે નામ જોગ ગુનો નોંધાયો: એકની ધરપકડ


SHARE











મોરબીમાં 92.88 લાખના સાયબર ફ્રોડનો જે.ડી. એન્ટરપ્રાઇઝ પેઢીના બેન્ક એકાઉન્ટ ધારક સહિત બે સામે નામ જોગ ગુનો નોંધાયો: એકની ધરપકડ

મોરબી જિલ્લામાં સાયબર ફ્રોડને લગતી ફરિયાદો ધડાધડ કરવામાં આવી રહી છે તેવામાં જે.ડી. એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલાવીને તેના એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 92,88,802 રૂપિયા સાઈબર ફ્રોડ કે છેતરપિંડી કરીને મેળવ્યા હતા ત્યાર બાદ તે રકમ ચેક અથવા એટીએમથી વિડ્રો કરીને કરવામાં આવી હતી જેથી બેન્ક એકાઉન્ટ ધારક સહિત કુલ બે વ્યક્તિઓની સામે વી ડિવિઝનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે લોકોની સાથે સાયબર ફ્રોડ કે છેતરપિંડી કરવામાં આવે છે અને તેની પાસેથી નાણા મેળવી લેવામાં આવતા હોય છે ત્યારબાદ પરત આપવામાં આવતા નથી આવી ઘટનાઓ સમગ્ર દેશની અંદર અનેક જગ્યાએ બની રહી છે ત્યારે હવે સાયબર ક્રાઇમના મૂળ સુધી જવા માટે જે બેન્ક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા આવતા હોય છે તે બેન્ક એકાઉન્ટના ધારક સહિતના લોકોની સામે ગુના નોંધીને આરોપીઓને ક્રમશઃ પકડવામાં આવતા હોય છે તેવામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો છે જેમાં મોરબીની ઉમા ટાઉનશીપની બાજુમાં અનંતનગર શેરી નં. 2 માં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી મેળવેલા નાણા સગેવગે કરવા માટે થઈને મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠમાં રહેતા ઈસ્માઈલભાઈ હુસેનભાઇ કટિયા નામના શખ્સ જે.ડી.એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલાવી હતી અને તે પેઢીના બેન્ક એકાઉન્ટમાં તથા સેવિંગ એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 92,88,802 રૂપિયા જમા કરાવ્યા હતા અને બેક એકાઉન્ટ ધારકને કમિશનની લાલચ આપી તેની પાસેથી તમામ ડોક્યુમેન્ટ અને બેંકની કીટ મેળવી લઈને દિવ્યરાજસિંહ જાડેજાએ પોતાની પાસે રાખી હતી અને સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડીથી મેળવેલા નાણા ચેક અથવા એટીએમથી વિડ્રો કર્યા હતા અને તેને સગેવગે કર્યા હતા જેથી હાલમાં પોલીસે બે શખ્સો સામે નામ જોતથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ ગુનાની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.આર. સિંધવ ચલાવી રહ્યા છે અને હાલમાં આ ગુનામાં એક આરોપી ઈસ્માઈલભાઈ હુસેનભાઇ કટિયા (32) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક ચોરી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હોમ ડેકોર મેળાના ગ્રાઉન્ડમાથી બાઈક નંબર જીજે 3 એચડી 1302 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરવામાં આવેલ છે જેથી દીપેનભાઈ રમેશભાઈ વડાલીયા (34) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી સરસ્વતી હિલ્સ ફ્લેટ નંબર 302 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News