આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત
SHARE
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત
હળવદ માળિયા હાઈવે રોડ ઉપર કંસારીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના સાઈફનમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતુ જેથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદના કુંભારપરા શાળા નં 6 પાસે રહેતા જોસનાબેન દિલીપભાઈ હડિયલ (45) નામના મહિલા હળવદ માળિયા હાઇવે રોડ પર આવેલ કંસારીયા હનુમાન મંદિર પાસે નર્મદા કેનાલના સાયફનમાં કોઈપણ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગેની પ્રકાશભાઈ લવજીભાઈ રહે. હળવદ વાળાએ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









