વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો
મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી
SHARE
મોરબીના મુસાફરોને વિદેશમાં ફેમીલી સાથે ફરવા જવું હોય જેથી એજન્ટ મારફત ટીકીટ કરાવી હતી જે એજન્ટે એરલાઈન્સની બનાવટી ટીકીટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી રૂ ૧૫.૪૭ લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના રવાપર ગામ રહેતા નિકુંજભાઈ દિનેશભાઈ પનારાએ આરોપી હેનીલ હિતેશ રાઠોડ રહે રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેના મિત્ર એલીશ છગનભાઈ વાસજાળિયા તેમજ જીત મહાદેવ ભોરણીયાને વિયતનામ ફેમીલી સાથે ફરવા જવું હતું જેથી મોરબી શનાળા રોડ પર લેન્ડમાર્ક આર્કેડ દુકાન નં ૨૦૮ સમયગેટ પાસે આવેલ એચ આર ટુર્સ એન્ડ ફોરેન્સ વાળા હેનીલ હિતેશ રાઠોડની ઓફિસે ગત તા. ૨૬-૧૦ ના રોજ ગયા હતા ફરિયાદી નિકુંજ અને એલીશ તેમજ જીત ત્રણેય ઓફિસે ગયા હતા અને વિયેતનામ જવા માટેની ટીકીટ બાબતે વાતચીત કરતા આરોપીએ પોતાને એજન્ટ તરીકે ઓળખાવી એક વ્યક્તિના ૯૨,૦૦૦ અને વિમલ જેતપરીયાએ રૂ ૨,૩૫,૦૦૦ આપ્યાનું જણાવ્યું હતું
તેઓની પણ ટીકીટ થઇ ના હોય અને હેનીલ ઓફીસ મુકીને જતો રહ્યો હતો અને મોબાઈલ બંધ આવતો હતો જેથી ચીટીંગ થયાનું જણાઈ આવતા એરલાઈન્સ વેબસાઈટ પર ઓનલાઈન ચેક કરતા આવી કોઈ ટીકીટ બની નથી અને આરોપીએ આપેલ ટીકીટ ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું આમ આરોપી હેનીલ રાઠોડે એચ આર ટુર્સ એન્ડ ફોરીક્સ નામની ઓફિસે એજન્ટ તરીકે બેસી ફરિયાદી અને તેના મિત્રોની ટીકીટ બૂક કરાવવાનો વિશ્વાસ આપી ખોટી એરલાઈન્સ ટીકીટ બનાવી રૂ ૧૫,૪૭,૦૦૦ ની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે









