મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી
એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ
SHARE
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ટ્રકમાંથી દારૂની કુલ મટી 3072 બોટલ કબ્જે કરવામાં આવી હતી હાલમાં દારૂ, વાહન અને મોબાઇલ મળીને 62.29 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે બે આરોપીને પકડ્યા છે અને આઠ શખ્સો ના નામ સામે આવ્યા હોય કુલ 10 શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લામાં ફરી પાછા એસએમસીની ટીમે ધામા નાખ્યા છે અને ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક આવેલ પીઠડ માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા ટ્રકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 3072 બોટલ મળી આવતા 42,19,057 ની કિંમતનો દારૂ તથા 20 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક અને 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 62,29,427 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી વિજયસિંહ કાલુસિંહ ચૌહાણ રહે. રાજસ્થાન અને યશપાલસિંહ ધનુભા જાડેજા રહે. ખાનપર તાલુકો ટંકારા વાળાને પકડવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સંદીપ સાંગવાલા, બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે. દરબારગઢ પીઠડ, પુનિત રહે. હરિયાણા, ક્રેટા ગાડીનો ડ્રાઇવર તથા માલિક, સલીમભાઈ કાદરી રહે. જંગલેશ્વર રાજકોટ, અયુબ શેખ રહે. જંગલેશ્વર રાજકોટ તથા ટ્રક નંબર એચ.આર. 55 એ.એલ. 5776 નો માલિક ની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.









