મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખનાર યુવાનને મહિલાના પતિ સહિત પાંચ શખ્સોએ પાઇપ, સળિયા તથા ધોકા વડે મારમાર્યો રશિયન સરકાર ઉપર કર્યા ગંભીર આક્ષેપ, ભારત સરકાર પાસે માંગી મદદ: યુક્રેનમાં યુધ્ધ કેદી તરીકે પકડાયેલ મોરબીના સાહિલ માજોઠીના વધુ બે વિડીયો વાયરલ હાઇટેક પોલીસ: માળીયા (મી)ના વીરવિદરકા પાસે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરીને 3700 લિટર આથો-830 લિટર દેશી દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે

મોરબી જિલ્લામા વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન તા.૪/૧/૨૬ ને રવિવારના રોજ સવારે ૯ કલાક થી ૧૪ કલાક સુધી ભરતવન ફાર્મ, ભરતનગર, નેશનલ હાઈવે - ૨૭, મોરબી - માળીયા હાઈવે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આ સૈનિક સંમેલનમાં મોરબી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક મોરબી હાજર રહેનાર છે.

આ પ્રસંગે કેંદ્ર/રાજ્ય સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આ સંમેલનમાં આપવામાં આવનાર છે. મીલીટરી સ્ટેશન ધ્રાંગધ્રા તરફથી એક ટીમ મોકલવામા આવશે જે પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકોના ધર્મપત્નિ તેમજ તેઓના આશ્રીતોને મદદરૂપ થશે. આ પ્રસંગે શહિદ સૈનિકોના ધર્મપત્નિઓને સ્ન્માનીત કરવામાં  આવશે.આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા સ્કૂલના વિધ્યાર્થીઓ દ્વારા દેશ ભકિતનો કાર્યક્રમ પણ રજૂ કરવામા આવનાર છે. જેથી મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને આ સંમેલનમાં હાજરી આપવા રાજકોટ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં ૧,૦૭,૫૭૪ ખેડૂતોને રૂ.૩૫૯.૨૪ કરોડની કૃષિ રાહત પેકેજ સહાય ચૂકવાઇ
ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે અન્વયે આ પેકેજનો લાભ લેવા માટે મોરબી જિલ્લામાં ૧,૨૩,૨૧૭ ખેડૂતોએ અરજી કરી હતી જેમાં  ૧,૦૭,૫૭૪ ખેડૂતોને રૂ.૩૫૯.૨૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે અને બાકીના ખેડૂતોને ટુંક સમયમાં સહાય ચુકવવામાં આવશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.સી.ઉસદડીયાએ જણાવ્યું છે.આ ઉપરાંત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીના માર્ગદર્શન મુજબ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ખેતીવાડી શાખા દ્વારા ૪૦૮૧ લાભાર્થી ખેડૂતોને રૂપિયા ૨૪૬૧ લાખની સહાય ચૂકવામાં આવી હતી. ૧૨૮૮ લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂ.૧૨૮૮ લાખની, કૃષિ યાંત્રિકરણ માટે ૧૭૨૭ લાભાર્થીઓને રૂ.૭૩૨ લાખની, તાર ફેન્સીંગ યોજના ૨૦૬ લાભાર્થીઓને ૩૫૪ લાખની, સોલાર પાવર યુનિટના ૪૧૨ લાભાર્થીઓને રૂ.૬૧ લાખની તથા સ્માર્ટફોન માટે ૪૪૮ લાભાર્થીઓને રૂ.૨૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે






Latest News