હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો
SHARE
હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો
હળવદ ખાતે સ્વ. હસુમતીબેન મણીલાલભાઈ દવેની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક વિશાળ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1750 દર્દીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પનું આયોજન સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ - સુરેન્દ્રનગર ના ડાયરેક્ટર અને સીઈઓ ડો શ્યામ નિધેશભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ અને પાટીયા ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો જેમાં 6 થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ અને 10 જેટલા સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દવાઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક આપવામાં આવી હતી.
આ સાથે મોંઘા દાટ બોડી ચેકઅપ ટેસ્ટ પણ ટોકન દરે કરી આપવામાં આવ્યા હતા તાલુકા કક્ષા એ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્યસેવા પહોંચાડવાના ઉદ્દેશથી આયોજિત આ કેમ્પને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો આ કેમ્પ ના દાતા પરિવાર ધર્મેન્દ્રભાઈ - જીતેન્દ્રભાઈ અને વિપુલભાઈ દવે (બિલ્ડર અમદાવાદ મુંબઈ ) જેઓ દ્વારા હળવદ તાલુકા ના દર્દી નારાયણ ને ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે મળી રહે તેવા શુદ્ધ અને પવિત્ર ભાવ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ માં સાંસદ ચંદુભાઈ શિહોરા , મહાકાળી આશ્રમ ના મહંત શ્રી અમરગીરી મહારાજ , શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત શ્રી દીપકદાસજી મહારાજ , હળવદ મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ , બિપીનભાઈ દવે સહિત રાજકીય સામાજિક અને સેવાકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં દર્દીઓને ત્રણ લાખની દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી









