મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ
SHARE
મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ
મોરબી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં કાલભૈરવ મંદિર પાછળ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આવેલી ઓરડીમાં સર્ચ કરવામાં આવતા વિદેશી દારૂની ૨૫ બોટલ મળી આવી હતી.જેથી રૂપિયા ૪૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને સુરજ સુખાભાઈ સોલંકી રહે. ગોકુળનગર કાલભૈરવ મંદિર પાછળ મોરબી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂ સંદર્ભે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જ્યારે દારૂની બીજી રેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીમાં કરવામાં આવી હતી.જ્યાં બાતમી મુજબ હિતેશભાઈ પ્રેમજીભાઈ બોચિયાના મકાનમાં રેડ કરવામાં આવતા પોલીસને ત્યાંથી જુદીજુદી બ્રાન્ડની કુલ ૨૦ જેટલી દારૂની બોટલ મકાનમાંથી મળી આવી હતી.જેથી રૂા.૬૨૫૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી હિતેશભાઈ પ્રેમજીભાઈ બોચિયા (ઉમર ૨૭) રહે.ગાંધી સોસાયટી છેલ્લી શેરી નજરબાગ સામેકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવાયેલ છે.
તેમજ દારૂ અંગેની ત્રીજી રેડ મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં અબાસભાઈની દુકાન પાસે કરવામાં આવી હતી.જેમાં ત્યાં રહેતા મનસુખભાઈ હનાભાઈ ચાવડાના મકાનમાં રેડ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને ત્યાંથી ૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૫૬,૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ ત્યાંથી પકડવામાં આવ્યો હતો અને હાલ મનસુખભાઈ હનાભાઇ ચાવડાની સામે પ્રિબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે..









