મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ
મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
SHARE
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સોના સિરામિક પાસે રોડ ઉપરથી માલ ભરેલ ટ્રક કન્ટેનર પસાર થઈ રહ્યુ હતુ દરમિયાન વળાંકમાં કોઈ કારણોસર ટ્રકમાંથી કન્ટેનર બાજુમાંથી પસાર થતી સોન્ટ્ર ગાડી ઉપર પડ્યું હતું અને અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે બનાવમાં દંપતીનું મોત નિપજ્યુ છે અને યુવાનના ભાઈ તેમજ ભાભીને ઈજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોના સિરામિક સામેના ભાગમાં નદી ઉપરના પુલ ઉપર વળાંકમાંથી બપોરના સવા વાગ્યાના અરસામાં માલ ભરેલ કન્ટેનર લઇને ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ગોળાઈમાં કોઈ કારણોસર ટ્રકમાં પાછળના ભાગમાં કન્ટેનર વળાંક લેતા સમયે બાજુમાંથી પસાર થતી સોન્ટ્રો ગાડી ઉપર પલટી મારી ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં આ બનાવમાં કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓમાંથી દંપતીનું મોત નીપજ્યું છે જે અંગેની વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવમાં મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (45) અને તેના પત્ની મંજુબેન મનસુખભાઈ કુંઢીયા (40) ના મોત નિપજ્યા છે જોકે અકસ્માતના આ બનાવમાં નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા અને તેના પત્ની જયાબેન નાથાભાઈ કુંઢીયાને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગઈ હતી અને મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને અકસ્માત સર્જાયેલ વાહનોને રોડ સાઈડમાં ખસેડીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન સહિતના ચારેય વ્યક્તિઓ હળવદ તાલુકા વિસ્તારમાં માઠા પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી પોતાની કારમાં તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે હળવદ બાજુથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપરથી તેમની કાર પસાર થઈ રહી હતી દરમિયાન તેમની કાર ઉપર ટ્રકમાંથી કન્ટેનર પડવાના કારણે આ ગોજારો અકસ્માત થયો છે.