હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો


SHARE









હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો

વીજળી એ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

આ સેમિનારનું મુખ્ય આકર્ષણ સુરક્ષા પર આધારિત એક વિશેષ મૂવી (ફિલ્મ) હતું. આ મૂવીમાં વીજ અકસ્માતની ગંભીર અસરો અને એક નાનકડી ભૂલ કેવી રીતે આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું હતું. મૂવી નિહાળ્યા બાદ ઉપસ્થિત કર્મચારીઓ, કોન્ટ્રાકટર મિત્રો અને તેમના પરિવારના સભ્યો સુરક્ષાના નિયમો પાળવા અંગે ભાવુક અને જાગૃત બન્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ અધિક્ષક ઇજનેર ઘાડીયા અને અતિથિ વિશેષ કાર્યપાલક ઇજનેર ચૌહાણ દ્વારા સુરક્ષાના મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને PPE કીટનો અનિવાર્ય ઉપયોગ કરવો જેમાં હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ અને ગ્લવ્ઝ વગર લાઈન પર કામ ન કરવું, કામ શરૂ કરતા પહેલા લાઈન ક્લિયરન્સ (LC) લેવાની પદ્ધતિનું ચુસ્ત પાલન, કર્મચારી જ્યારે ઘરેથી કામ પર નીકળે ત્યારે પરિવારના સભ્યોએ તેમને સુરક્ષાના સાધનો સાથે જવાની યાદ અપાવવી વિગેરે જેવી ટકોર કરી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં એમ.આર. વસાવા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે જે.એલ. બરંડા દ્વારા ઉપસ્થિત સૌને ફરજ દરમિયાન સુરક્ષાના માપદંડોને પ્રથમ પ્રાધાન્ય આપવા માટેની 'સેફ્ટી પ્રતિજ્ઞા' લેવડાવવામાં આવી હતી. અને વક્તા તરીકે એમ.એમ. ચૌધરી, કે.પી. પટેલ, પી.ડી. પટેલ, હુંબલ અને બરંડાએ ટેકનિકલ સેફ્ટી અને ઉર્જા બચત વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.

મોરબી વર્તુળ કચેરી અને હળવદ વિભાગીય કચેરીના અધિકારીઓ, મોટી સંખ્યામાં કર્મચારીઓ, લાઈન સ્ટાફ, કોન્ટ્રાકટરો અને ખાસ કરીને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું પ્રભાવી સંચાલન પ્રતિક પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે, "તમારી સુરક્ષા એ જ તમારા પરિવારની ખુશી છે." પીજીવીસીએલના આ પ્રયાસને કર્મચારીઓ અને શહેરીજનોએ બિરદાવ્યો હતો.




Latest News