મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન


SHARE







મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન

મોરબીમાં 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીવમાત્રને જીવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાક પાયાની જરૂરીયાત છે. આજે તે મોટાભાગે અશુદ્ધ સ્વરૂપે મળે છે.  કારણ કે પર્યાવરણનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ અને પશ્ચિમી જીવન શૈલીના અનુકરણે ભારતીય પરંપરા ભુલાવી દીધી છે.  તો 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર સરસ વિચારગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.  જે તા. 28 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9:00 થી 10:30 કલાક સુધી સંસ્કાર હોલ, સંસ્કાર બ્લડ બેન્ક ઉપર, પ્રથમ માળે ,જીઆઇડીસી સનાળા રોડ મોરબી ખાતે યોજાશે. જેમાં ભારતના 'વોટર વુમન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતા 'પંચતત્વ સંસ્થા'ના સંસ્થાપક સુશ્રી શિપ્રા પાઠકજી ઉદ્બોધન આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરબીના પ્રખર પર્યાવરણ પ્રેમી અને અગ્રણી સમાજસેવક ડો. મનુભાઈ કૈલા હાજરી આપશે. તો મોરબીના તમામ લોકોને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકે જણાવ્યુ છે.






Latest News