મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ત્રાંબડીયા-વડસોલા પરિવારનું ગૌરવ: એમડી ડો.હિતાર્થી દિપ ત્રાંબડીયા રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત થયા


SHARE







ત્રાંબડીયા-વડસોલા પરિવારનું ગૌરવ: એમડી ડો.હિતાર્થી દિપ ત્રાંબડીયા રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત થયા

ત્રાંબડીયા પરિવારના પુત્રવધુ એમ.ડી.ડો.હિતાર્થી ત્રાંબડીયા વડસોલા બન્યા ગોલ્ડ મેડાલિસ્ટ

મોરબીના ડો.હિતાર્થી વડસોલા કે જેઓ જિલ્લા અને રાજ્યના શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલાના દિકરી છે,રામકૃષ્ણ આશ્રમ- રાજકોટમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવતા ડો.તરૂણ વડસોલાના બહેન છે,અને ભુવનેશ્વર ખાતે એમ.ડી.નો અભ્યાસ કરતા દિપ ત્રાંબડીયાના જીવનસાથી છે.જેઓ બાલ્યકાળથી જ કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવે છે.

વર્ષ 2011 માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં *ઘર વપરાશમાં સૌર ઊર્જા" નો ઉપયોગ સંશોધન નિબંધ રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયેલ અને કલકત્તા ખાતે પાંચ દિવસ સુધી દેશ ભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે હિતાર્થીની કૃતિનું એ.પી.જે અબ્દુલ કલામની પ્રેરક ઉપસ્થિતમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલ,ત્યારબાદ વર્ષ 2013 માં હાલના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરાયું હતું, ડો.હિતાર્થી વડસોલાએ ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કોલેજ જામનગરથી MBBS પદવી પ્રાપ્ત કરી હતી, અને કોરોના કાળ દરમ્યાન ઇન્ટરસીપ કરતા હોય દર્દીઓની ખુબજ સેવા સુસુશ્રા કરી હતી ત્યારબાદ પીજી નિટની પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા ફેકલ્ટીમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હાલ તેઓ સમ હોસ્પિટલ ભુવનેશ્વર (ઓરિસ્સા) ખાતે એનેસ્થેટિક તરીકે ફરજ બજાવે છે એવા ડો.હિતાર્થી વડસોલાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ તરીકે પસંદગી થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ કન્વેન્શન હોલમાં ચાર હજારથી વધુ ડોકટર તેમજ અન્ય વિદ્યા શાખાના તેજસ્વી તારલાની હાજરીમાં રાજ્યપાલ દેવવ્રત તેમજ શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ ડો.હિતાર્થી વડસોલાનું ગોલ્ડમેડલ અર્પણ અદકેરું સન્માન કર્યું હતું,આમ મોરબીની દિકરી ગોલ્ડ મેડાલિસ્ટ બનતાં મોરબીનું ગૌરવ વધાર્યું હોય ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.






Latest News