મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી : પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી : 18 વર્ષ બાદ સંગઠનમાં જવાબદારી


SHARE













પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી : 18 વર્ષ બાદ સંગઠનમાં જવાબદારી

અગાઉ 10 વર્ષ માટે સાંસદ રહી ચૂક્યા છે, તે પેહલા 1995 થી 2014 ધારાસભ્ય, 1987માં તાલુકા ભાજપ પ્રમુખ અને 2007માં જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે : હવે પ્રદેશ ભાજપના સહ-કોષાધ્યક્ષ બન્યા

સૌરાષ્ટ્રના અનુભવી નેતા, ધારાસભ્ય - સાંસદ અને મંત્રી રહી ચૂકેલા 75 વર્ષીય મોહનભાઈ કુંડારિયાની ફરી સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તેઓને પક્ષે પ્રદેશની ટીમમાં સામેલ કર્યા છે. રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયાને ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી આપી છે. આ સાથે સંગઠનમાં તેમની 18 વર્ષ બાદ ફરી જવાબદારી મળી છે. અગાઉ મોહનભાઈએ તેમની શરૂઆત જ તાલુકો ભાજપથી કરી હતી જેમાં તેઓ 1987માં પ્રમુખ બન્યા હતા.ત્યારબાદ તેઓ 1995 માં કેશુભાઈ પટેલની સરકારમાં પડધરી ટંકારા થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જે સતત 2014 સુધી રહ્યા. અને ત્યારબાદ ધારાસભા થી સીધા સાંસદ બનતા તેઓ રાજકોટ ની લોકસભા બેઠક પર થી જંગી બહુમતીથી ચૂંટાયા.

તેઓ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહ્યા. આ વચ્ચે તેઓ વર્ષ 2007માં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા હતા. હવે સીધા 2025 માં ફરી સંગઠનમાં જવાબદારી મળતા 18 વર્ષ બાદ જવાબદારી મળી છે.આ સાથે 2024 માં રાજકોટ લોકસભા બેઠકથી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળી હતી અને તેઓ પણ ચાર લાખ થી વધુ મતોથી જીત્યા હતા, ત્યારે અનેક લોકો માનતા હતા કે હવે મોહનભાઈ ની ઉમર થઈ છે અને પક્ષને તેમને રાજકારણમાં આરામ માટે કહેશે, પરંતુ અનુભવી મોહનભાઈએ દિલ્હીથી સીધી કનેક્શન લગાડ્યું અને પોતાના માટે પ્રદેશ ટીમમાં જગ્યા બનાવી લીધી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના મનાતા અને વિશ્વાસુ એવા ડો.પરિંદુ ભગત (કાકુભાઈ) સાથે કામ કરશે, જેઓ પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ બન્યા છે






Latest News