મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની OSEM સૂકલ ખાતે શાર્ક ટેન્ક 1.0 નામથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક વધે તેવો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની OSEM સૂકલ ખાતે શાર્ક ટેન્ક 1.0 નામથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક વધે તેવો કાર્યક્રમ યોજાયો

ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ (OSEM) GSEB શાળાએ મોરબી જિલ્લામાં પ્રથમવાર “શાર્ક ટેન્ક 1.0” નામનો ઉદ્યોગસાહસિક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજ્યો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સમગ્ર ટીમને સતત સહકાર આપ્યો હતો આ કાર્યક્રમની સફળ અમલવારી માટે પ્રિન્સિપાલ શ્રીમતી સના કાઝી મેમે મેન્ટર-ઇન-ચીફ તરીકે સમગ્ર ટીમને માર્ગદર્શન આપી નેતૃત્વ આપ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રોડક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કૉસ્ટિંગ અને લાઈવ ડેમો સાથે રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમના મહેમાન તરીકે જયંતિલાલ પટેલ (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, મોરબી), જિતેન આગચાણિયા (એડવોકેટ, પૂર્વ ઉપપ્રમુખ– મોરબી બાર એસો.) હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનનું મૂલ્યાંકન જ્યુરી તરીકે કનૈયાલાલ બાવરવા, કેયુર ભુવા, સી.એસ. ભાવિન ચંદારાણા, શૈલેશ પટેલ અને ડૉ. ધવલ વ્યાસ હજાર રહ્યા હતા આ કાર્યક્રમ NEP 2020 અને વિકસિત ભારત 2047ના વિઝન સાથે સુસંગત રહ્યો હતો.




Latest News