મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબી નજીક આવેલ ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉધરેજા પરિવારનું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરે છે તેવામાં તાજેતરમાં મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે નવમુ સ્નેહમિલન યોજાયું હતું. આ તકે પ્લે હાઉસથી માંડીને માસ્ટર ડિગ્રી સુધીના વિધાર્થીઓનું  શિલ્ડ, લેપટોપ, બાઇક વિગેરે આપીને સન્માન કર્યું હતું અને બીજા વિવિધ પારિતોષિક પણ આપવામાં આવેલ હતા. તો પરિવારના વિદ્યાર્થીઓ ઉજવાળ કારકિર્દી બનાવે તેના માટે વડીલો, ડોક્ટરો સહિતનાઓએ આશીર્વાદ આપ્યા હતા. આ તકે ડો. ભાવેશભાઈ જેતપરિયાએ પટેલ સમાજના શિક્ષણના જનક સમા પ્રાતઃ સ્મરણીય લક્ષ્મણભાઇ બેચરભાઈ ઉઘરેજા (લક્ષ્મણ બાપા) પર ઉત્કૃષ્ટ પ્રેરણામય વ્યાખ્યાન આપ્યું હતું. આ સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં દરેક વખતે અલગ અલગ દાતાઓ હોય છે જો કે, આ વર્ષે સંપૂર્ણ આયોજનના દાતા બાબુભાઈ લાધાભાઈ ઉઘરેજા તથા શ્રીમતી ગોદાવરીબેન બાબુભાઈ (હરીપર) તથા રાજા પરીવાર રહ્યું હતું.






Latest News