મોરબીમાં દીકરીના કરિયાવર માટે માત્ર રૂ.61 હજારમાં ફર્નિચર, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની 139 વસ્તુઓ
SHARE









જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.com ની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી
દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ દરેક પિતાને હોય અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની ઈચ્છા પણ હોય છે અને તેના માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે તે વાસ્તવિકતા છે જો કે, આ મોંઘવારીમાં કેવી રીતે બધુ ભેગું થશે તેવી દરેક પિતાને ચિંતા હોય છે અને દીકરીના લગ્નમાં ક્યાંય કચાશ ન રહે તેની સતત ચિંતા રહેતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં દીકરીના પિતાએ કરિયાવરને લગતી ચિંતા છોડી દેવાની છે કેમ કે, મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું ઉપાડવામાં આવ્યું છે.
ટંકારાના રણજીતભાઈ ડાંગર દ્વારા સંચાલિત કરિયાવર.com દ્વારા માત્ર રૂ. 61 હજારમાં દીકરીના કરિયાવર માટે 139 વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેમાં પલંગ, તિજોરી, સોફાસેટ, ફ્રીઝ/ટીવી, વોશિંગ મશીન/એર કુલર, મીક્ષચર ગ્રાઈન્ડર, પંખો, ખુરશી, ઇસ્ત્રી, ગેસ સગડી, હોટ કોમ્બો સેટ, કુકર, ગાદલું, ઓશીકા, બેડશીટ સેટ, કમ્બલ, પાણીની બોટલ, બાથરૂમ સેટ, સ્ટીલ ડિનર સેટ, કિચન મોલામાઈન પીસ, ટી સેટ, સ્ટીલ ડબ્બા, પ્લાસ્ટિક ચટાઈ, ફ્રીઝ પ્લાસ્ટિક સ્ટેન્ડ, દીવાલ ઘડિયાળ અને બાજોટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
મોરબી જીલ્લામાં કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. માટે જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓએ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે અને આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.
સ્થળ :
કરિયાવર.com, લતીપર ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, ગામ- ટંકારા જી.- મોરબી
રણજીતભાઈ ડાંગર મો.નં. 77779 19312
