માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે


SHARE

















મોરબીના નવા સાદુળકા પાસે સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં રકતદાન કેમ્પ યોજાશે

મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન કેમ્પ આગામી તારીખ ૨૯ ડિસેમ્બરને બુધવારે સવારના ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી યોજાશે અને રક્તદાન કેમ્પમાં લોકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરીને મહામૂળી માનવ જિંદગીને બચાવવા માટે સહકાર આપવા માટે સંસ્થાના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ રક્તદાન કેમ્પ માટે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ૮૨૦૦૩ ૦૦૦ ૮૬ અને ૮૩૪૭૯ ૩૦૩૦૫ ઉપર કરવામાં આવશે.

રામાનંદી સાધુ સમાજ જોગ

શ્રી મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત તથા યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટેના ફોર્મ રામાનંદ ભવન રામઘાટ, સંજયભાઇ રામાનંદ ટ્રાવેલ્સ વિજય ટોકિજ પાસે, બજરંગ સાઇકલ માર્ટ જેલ રોડ, સર્વોદય નોવેલ્ટી સ્ટોર્સ શાકમાર્કેટ પાસે, ભારત ન્યૂજ ગેંડા સર્કલ મોરબી-૨ પાસેથી મળશે ફોર્મ તા.૨૦-૧૨ થી તા.૨૫-૦૧ સુધી સ્વીકારવામાં આવશે. યજ્ઞોપવિતની ફી રૂ.૨૫૦૦ તથા યુવા પસંદગી મેળાની ફી રૂ.૧૦૦૦ રાખેલ છે. આ આયોજન તા.૨૦-૨ ના રોજ રાખવામા આવેલ છે. જેની નોંધ લેવી.

વાંકાનેર બાર એસો. ના પ્રમુખપદે

વાંકાનેર બાર એસોસીએશનના પ્રમુખપદ માટેની ચુંટણી યોજવામાં આવેલ હતી.ચુંટણી અંગેની કાયદેસરની પ્રક્રિયા નિયમ મુજબ પુર્ણ કરવમાં આવેલ જેમા મતગણતરીના અંતે પ્રમુખ તરીકે અનિરૂધ્ધસિંહ સતુભા ઝાલા ચુંટાયા હતા.તે સિવાયના હોદા માટે બિનહરીફ હોદેદારો નીચે મુજબ છે.પી.એસ.શાહ ( ૨ ) એસ . વી . પરાસરા એમ . આર . સોલંકી ( ૩ ) ( ૪ ) એસ . એમ . શેરસીયા ( ૫ ) વી . આર . બાંભવા ( ૬ ) એ . એ . માથકીયા ( ૭ ) બી . એસ . લુંભાણી વાંકાનેર તા . ૧૭/૧૨/૨૦૨૧ : ઉપ પ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચી કારોબારી સભ્ય કારોબારી સભ્ય કારોબારી સભ્ય ` ખારી જ્ય આમ ઉપરોકત વિગતે થયેલ પ્રક્રિયા બાબતે અમો નીચે સહી કરનારાઓ અમારુ સમથૅન જાહેર કરીએ છીએ અને જે બદલ આ નીચે અમારી સહી કરી આપેલ છે




Latest News