મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ, હોટલ વિગેરેમાં થર્ટી ફસ્ટની ઉજવણીને ધ્યાને રાખીને કરાશે ચેકિંગ: એસપી મુકેશકુમાર પટેલ


SHARE







મોરબી જીલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ, હોટલ વિગેરેમાં થર્ટી ફસ્ટની ઉજવણીને ધ્યાને રાખીને કરાશે ચેકિંગ: એસપી મુકેશકુમાર પટેલ

થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ ઘટના કે દુર્ઘટના ન બને તે માટે થઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને મોરબી શહેર તથા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ, હોટલ વિગેરેમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને નશાકારક દ્રવ્યો કે તેનું સેવન કરનારા મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલની આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન મોરબી જિલ્લામાં કોઈપણ જગ્યાએ કોઈ ઘટના દુર્ઘટના ન બને તે માટે થઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને 3 ડીવાયએસપી, 15 પીઆઇ તેમજ 550 જેટલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવીને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને મોરબી શહેર માટે 6 ટીમો બનાવવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ વિગેરેમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને કોઈપણ જગ્યાએ નશાકારક દ્રવ્યો કે પછી નશાકારક દ્રવ્યોનું સેવન કરનારા મળી આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ રોડ રસ્તા ઉપરથી બાઈક કે કાર સહિતના વાહનો લઈને નીકળતા લોકોમાંથી કોઈ નશાકારક દ્રવ્યોનું સેવન કર્યું હોવાનું સામે આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને થર્ટી ફર્સ્ટની ઉજવણી જેલમાં ન કરવી પડે અને ભવિષ્યમાં તમારા વિદેશ પ્રવાસમાં મુશ્કેલી ઊભી ન થાય તે રીતે બીજા માટે તમારી ઉજવણી ત્રાસદાયી ન બને તેનું ધ્યાન રાખીને નશાકારક દ્રવ્યોથી દૂર રહીને નવા વર્ષની ઉજવણી કરવા માટે મોરબી જિલ્લાના લોકોને એસપી દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News