મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગીડચ ગામ પાસે ટેન્કર ચાલકે ત્રિપલ સવારી બુલેટને હડફેટે લેતા બે યુવાનના મોત, એકને ઇજા થતા સારવારમાં


SHARE









મોરબી તાલુકાના ગીડચ ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે પાણીના ટેન્કરના ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ગીડચ ગામ પાસેથી ત્રીપલ સવારી બુલેટ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બુલેટ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે અકસ્માતના બનાવમાં બુલેટ ઉપર જઈ રહેલ ભાવેશ લાભુભાઈ ટીડાણી (24) અને મહેશ પ્રેમજીભાઈ કુંવરિયા (27) નામના બે યુવાનોના મોત નીપજ્યા છે જેથી તે બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવમાં અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News