મોરબીની પીએમ શ્રી તાલુકા શાળા નં.૨ ની વિદ્યાર્થીનીઓ માટે દરિયાઈ ખાડી અને ખારાપાટ વાળું રણમાં જેસડા વન વિભાગના માર્ગદર્શન હેઠળ અનોખી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઇ
SHARE
મોરબીની પીએમ શ્રી તાલુકા શાળા નં.૨ ની વિદ્યાર્થીનીઓ માટે દરિયાઈ ખાડી અને ખારાપાટ વાળું રણમાં જેસડા વન વિભાગના માર્ગદર્શન હેઠળ અનોખી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઇ
જેસડા પ્રકૃતિ શિબિરનું આયોજન થયું, ઉત્તમ આશયથી વનવિભાગ દ્વારા અનોખો પ્રયાસ, બાળકોને અપાયું પ્રકૃતિનું શિક્ષણ
ધ્રાંગધ્રા તાલુકાને કુદરતે છુટા હાથે પ્રકૃતિની અનોખી ભેટ આપી છે.જે આખા વિશ્વમાં બધાનું ધ્યાન ખેંચે એવું રણની ધરતીનો ધબકાર એટલે ઘુડખર અભ્યારણ પ્રકૃતિ અને પર્યાવરણની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે.અહીં વેરાન વગડાનો સાદ જે અનોખી જૈવિક રચના ધરાવે છે.જ્યાં પ્રકૃતિ હોય ત્યાં તેનું જનત અને પ્રકૃતિનું સંવર્ધન કરવું પણ આવશ્યક બની જાય છે.તેથી આવનારી પેઢીને પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોનું મહત્વ સમજાય તેવા ઉત્તમ આશયથી વન વિભાગ ધ્રાંગધ્રા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સાંપ્રત સમયમાં શિક્ષણની સાથે સાથે પર્યાવરણના પાઠ શીખવવાએ પણ જરૂરિયાત બની ગઈ છે.આજના સમયમાં પર્યાવરણ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે.
ત્યારે ધ્રાંગધ્રા વન વિભાગ દ્વારા પ્રકૃતિ જાળવણી સંદર્ભે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ધ્રાંગધ્રા વન વિભાગ હસ્તકના જેસડા ખાતે કચ્છના નાના રણમાં મોરબીની પીએમ શ્રી તાલુકા શાળા નં.૨ ની વિધાર્થિનીઓએ પ્રકૃતિ શિબિરનો લાભ લીધો હતો.પ્રકૃતિના સાનિધ્યમાં રહી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે ભાવના જાગે અને પ્રકૃતિનું નિરીક્ષણ કરવાની તક મળે, જાણકારી મેળવવાની ઉત્સુકતા વધે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તેમજ વનસ્પતિઓને રક્ષણ આપવાની વૃત્તિ નિર્માણ થાય એ પ્રકૃતિ શિક્ષણનો મુખ્ય ઉદેશ્ય છે.વન વિભાગના આરએફઓ કુલદીપભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે, બાળપણની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવે તો આવનારી પેઢીથી લુપ્ત થતા પ્રાણી પક્ષી અને પર્યાવરણનું જતન થઈ શકે. ફોરેસ્ટ કર્મચારી હાર્દીપભાઈ મકવાણા અને હેતલબેન દ્વારા વિધાર્થીઓને રણના વૃક્ષો, વન્ય પ્રાણીઓ અને જીવ સૃષ્ટિ વિશેનો આબેહૂબ જીવંત દૃશ્ય બતાવી સુંદર માહિતી આપી હતી.મીઠાના અગરની મુલાકાત કરાવી સરસ માહિતી આપી. પછી સરોવર દ્વારા પક્ષીની દિનચર્યા રણના પ્રાણી રણલોકડી, વરુ હાયના વગેરેની જરૂરત આહાર કડી અને પોષણ કડી દ્વારા સમજૂતી અને જરૂરિયાત સમજાવેલ.શિક્ષણના ચાર મુખ્ય પાસા છે. જોવુ, સાંભળવું, વાંચવું અને અનુભવવું. એ પૈકી અનુભવવા માટે શિક્ષણ શિબિરો અગત્યની છે. પીએમ શ્રી તાલુકા શાળા નં.૨ ના સમગ્ર શિક્ષક પરિવારે ભારે જહેમત ઉઠાવી શિક્ષણ શિબિરની સફળતા પાર પાડી હતી. વનવિભાગ દ્વારા તમામ બાળકો માટે અલ્પાહાર તેમજ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમજ થોડા દિવસ પહેલા પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની વિદ્યાર્થીનીઓએ મોરબી શહેરમાં આવેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન સાથે સામાજિક જીવનની વિવિધ સંસ્થાઓથી પરિચિત થાય તે જરૂરી છે. નવી શિક્ષણનીતિમાં બેગલેશ ડે અંતર્ગત આસપાસના સ્થળોની મુલાકાત કરી અનુભવો પ્રાપ્તિ થાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ આજ રોજ મોરબીની ગ્રીન ચોક ખાતે આવેલી લાઇબ્રેરીની મુલાકાત કરી હતી. કુબેરનાથ મંદિરની બાજુમાં આવેલી પ્રાચીન વાવની મુલાકાત કરી હતી. ત્યારબાદ જમીન વિકાસ બેંકની મુલાકાત કરી તેની કામગીરી અંગે સમજ આપવામાં આવી હતી.