મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના હળવદ રોડે મહેન્દ્રનગર ગામ નજીક ડિવાઈડરની કટ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લીધી: વિડીયો વાયરલ


SHARE







મોરબીના હળવદ રોડે મહેન્દ્રનગર ગામ નજીક ડિવાઈડરની કટ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લીધી: વિડીયો વાયરલ

મોરબીના હળવદ રોડ ઉપર આજે અકસ્માતની ઘટના બની હતી જેમાં ડિવાઈડર પાસે ઊભેલી કારને ટ્રક ચાલકે ટક્કર માર્યા બાદ ટ્રકની પાછળ ટ્રક અથડાતા ત્રીપલ અકસ્માત થયો હતો અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં બીજી અકસ્માતની ઘટના ત્યાં જ બની હતી જે બંને બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તે વીડિયો વાયરલ થયો છે.

મોરબીના મહેન્દ્રનગર ગામથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર શીવાય પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ ડિવાઈડરની કટ પાસે કાર ચાલક પોતાની કારને રોડ ક્રોસ કરવા માટે લઈને ઉભો હતો ત્યારે ટ્રક ચાલકે પહેલા પોતાને ટ્રકને બ્રેક કર્યો હતો ત્યારબાદ તે ટ્રકને આગળ લેતાની સાથે જ કારને હડફેટ લીધી હતી અને કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ ટ્રકની પાછળ આવેલ ટ્રક અથડાતા ત્રીપલ અકસ્માત થયો હતો જોકે સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઈ જીવલણ ઘટના બની નથી અને ત્યારબાદ તે જ જગ્યા ઉપર ડિવાઈડરની કટ પાસેથી બાઈક ચાલક પોતાનું બાઈક લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમિયાન સામેથી આવી રહેલા બીજા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો હાલમાં અકસ્માતના આ બંને બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે






Latest News