મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન


SHARE







મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે શિવ મહાપુરાણનું આયોજન

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા ટાઉનશીપ સામે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુબાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા) તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ શિવ કથા તા.4 થી 12 જાન્યુઆરી સુધી ચાલશે અને કથાનો સમય સવારે 9 થી બપોરે 12:30 કલાક સુધીનો રહેશે.

કથા પૂર્વે તા.3 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે 3 કલાકે યજમાનના નિવાસસ્થાનેથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવશે. કથા દરમિયાન તા.8 ના રોજ રાત્રે 8 થી 12 કલાકે અરૂણોદયનગર, બ્લોક નં.133, મોરબી ખાતે મામાનો માંડવો યોજાશે. તા.12 જાન્યુઆરી સોમવારે કથા વિરામ થશે. અને શિવકથા અંતર્ગત સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિક જન્મ અને ગણેશ જન્મ જેવા અનેક પાવન પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન થશે. જેના દ્વારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક આનંદ અને શિવભક્તિનો અદભૂત અનુભવ મળશે. આ સમગ્ર આયોજન અહીંના વિડજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા સર્વે શ્રધાળુઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News