મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો
માળીયા (મી)ની રેશનિગની દુકાનમાં ગોલમાલ: ઘઉં, ચોખા, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો જથ્થો સિઝ
SHARE









માળીયા (મી)ની રેશનિગની દુકાનમાં ગોલમાલ: ઘઉં, ચોખા, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો જથ્થો સિઝ
મોરબી જિલ્લામાં માળીયા મામલતદાર દ્વારા વધુ વખત રેશનિગની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે માળીયા ગ્રાહક સેવા ભંડાર નામની દુકાનમાં દરોડો પડ્યો હતો અને હિસાબ કરતાં માલ વધુ હોવાથી તેઓએ દુકાનમા ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો જથ્થો સિઝ કર્યો છે ને દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી) તાલુકામાંરેશનિંગના દુકાનદાર દ્વારા પૂરતું રાશન આપવામાં આવતું નથી તેવી ફરિયાદ ઉઠી હતી જેથી કરીને અગાઉ માળીયા મામલતદાર ડી.સી.પરમાર દ્વારા એક દુકાનમાં ચેકિંગ કરીને ૨૨ નબેમ્બરે માળીયા ગ્રાહક સેવા ભંડારમાં ૨.૭૭ લાખનો જથ્થો સિઝ કર્યો હતો તો પણ પરવાનેદારે સુધરવાને બદલે ગેરરીતિ ચાલુ રાખી હતી જેથી કરીને ફરી તે દુકાનમા દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાથી ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો મોટો જથ્થો સિઝ કરવામાં આવેલ છે ત્યારે મામલતદાર ડી.સી.પરમાર સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, લોક ફરિયાદને પગલે માળિયા ગ્રાહક સેવા ભંડારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હિસાબી સાહિત્ય કરતાં જથ્થો વધુ મળી આવ્યો હતો જેથી કરીને હાલમાં ૪૫૫ કિલો ઘઉં, ૨૦૨૮ કીલો ચોખા, ૧૩૮ લીટર તેલ, ૮૭૭ કિલો તુવેરદાળ અને ૨૨૮ લીટર કેરોસીનનો જથ્થો સીઝ કરેલ છે
