મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર નજીક રિપેરિંગ કરતાં સમયે મેટાડોર ચાલુ થઈ જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE









મોરબીના લૂંટાવદર નજીક રિપેરિંગ કરતાં સમયે મેટાડોર ચાલુ થઈ જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ નજીક મેટાડોર રીપેર કરતા હતા અને મેટાડોર અચાનક ચાલુ થઈ ગયું હતું અને આધેડના પગ ઉપરથી ફરી ગયું હતું જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી નજીકના નાનીવાવડી ગામે શિવવિલામાં રહેતા વિનોદભાઈ ચકુભાઈ ઠોરીયા (50) નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે મેટાડોર રીપેર કરતા હતા ત્યારે અચાનક તે મેટાડોર ચાલુ થઈ જતા આધેડાના પગ ઉપરથી તેનું વ્હીલ ફરી ગયું હતું જેથી ઈજા પામેલા હાલતમાં આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ એન્જલ સિરામિક ખાતે રહેતા મોહસીન રસીદભાઈ (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઈજા

મોરબી નજીક આવેલ નેપોલિયન સીરામીકમાં રહેતા સોનીદેવી બ્રિજેશભાઈ શાહ (25) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News