મોરબીમાં સૌપ્રથમવાર રાજકોટથી સ્પેશ્યાલિસ્ટ ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ
મોરબીની યદુનંદન ગૌશાળામાં માનવ સેવા સંસ્થાના કાર્યકર્તાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની યદુનંદન ગૌશાળામાં માનવ સેવા સંસ્થાના કાર્યકર્તાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સંલગ્ન ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતી દ્વારા મોરબી જિલ્લાની સેવા સંસ્થાનું સ્નેહમિલન મોરબીના જેલ રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે રાખવામા આવ્યું હતું આ માનવ સેવા સંસ્થાના સ્નેહમિલન કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જુદી જુદી ૮૦ સંસ્થાના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે ઉપસ્થિત મહાનુભવનું સ્વાગત તથા પરિચય વિજયભાઈ રાવલ તથા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા દ્વારા કરાવવામાં આવ્યો હતો અને દરેક સંસ્થાના કાર્યકર્તાએ પોતાની સંસ્થાની કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો ત્યારે પ્રાંત સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલએ તમામ સેવા કરતી સંસ્થાના કાર્યકરોને બિરદાવ્યા હતા અને પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ ઉપસ્થિત કાર્યકર્તાઓને પોતાનું કાર્ય ખૂબ જ સંવેદનશીલ રીતે કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા અને નિરંતર સમાજ સેવાના કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપેલ હતી આ કાર્યક્ર્મમાં યદુનંદન ગૌશાળાના ડો. કાનજીભાઈ જારીયા પણ હાજર રહ્યા હતા અને જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ આભાર વિધિ કરી હતી
