મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન પદે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની વરણી


SHARE







મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના ચેરમેન પદે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાની વરણી

મોરબીમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા પૂર્વ ચેરમેનની રીટાયર્ડ સેરેમની રાખવામાં આવી હતી તેની સાથોસાથ નવા ચેરમેન તરીકે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ મેડિકલ ગ્રૂપથી જાણીતા મેઘરાજસિંહ ઝાલાની વરણી કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહે છે.

મોરબીમાં આવેલ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરી, સેક્રેટરી જયેશભાઈ ટોલીયા, ટ્રેઝર ભાવેશભાઈ મહેતા તથા કારોબારીના સભ્ય નરેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ મહેતા, અશ્વિનભાઈ કડીવાર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ મહેશ્વરી, નરેન્દ્રભાઈ રંગપરીયા સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પી. મહેતાની રીટાયર્ડ સેરેમનીની ઉજવણી શરણાઈ અને બેન્ડવાજા સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ સંસ્થાના હોદ્દેદારોની સહમતિથી સંસ્થાના ભીષ્મપિતામાં ગણાતા પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ નવા ચેરમેન તરીકે મોરબીમાં શક્તિ મેડિકલ ગ્રુપના નામથી જાણીતા મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી હતી જેને તમામ સભ્યોએ આવકારી હતી

વધુમાં સંસ્થાના પૂર્વ ચેરમેન દિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થામાં આઠ વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપેલ છે જેમના સહકારથી સંસ્થામાં સંગઠનનો પાયો મજબૂત થયો છે ત્યારબાદ નવનિયુક્ત ચેરમેન મેઘરાજસિંહ ઝાલાએ સંસ્થાના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે સંસ્થાનું સ્લોગન “પરસ્પર પ્રેમથી પાંગરતો ભાઈચારો”એ ઉદેશથી સંગઠનની એકતા વધે એવા કાર્યો અવિરત ચાલુ રાખીશ તથા સંસ્થા માટે 24 કલાક તન, મન અને ધનથી કાર્ય કરતો રહીશ તેવી ખાતરી આપી હતી.






Latest News