મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરનાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા રોડ આરાધના સોસાયટીમાં ચોરી કરવા ઇરાદે ઘરમાં ઘસેલા પાડોસી યુવાને વૃદ્ધની હત્યા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા જાતે જૈન વાણીયા (ઉમર ૭૬) તેમના ઘરે એકલા હતા. માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગત ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં નાસ્તો આપવા માટે ગયા હતા ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા ઘરમાંથી મળી આવ્યા હતા અને તેને હોસ્પિટલે ખસેડાયા હતા જો કે, ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા માટે પોલીસે મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદના પાલડી વિસ્તારમાં આમ્રપલી  એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહની ફરિયાદ લઈને આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) સામે ગુનો નોધ્યો હતો અને ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા તેના પિતાના ઘરમાં ઘુસ્યો હતો અને તેના પિતાની હત્યા કરી નાખી હતી જેથી પોલીસે આરોપી કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) રહે. શનાળા રોડ આરાધના સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને જે ધોકો મારીને તેને દિનેશભાઇની હત્યા કરી હતી તેને પોલીસે કબજે કરી લીધેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક  દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News