મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખોનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખોનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા ખેડૂતની સાથે હનીટ્રેપ કરીને ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આટલું જ નહીં બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખેડૂત પાસેથી સોનાના ચાર બિસ્કીટ, રોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી ખેડૂત્તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઈ નામના આધેડ ખેડૂતે થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સાહિત કુલ મળીને આઠ શખ્સોની સામે હનીટ્રેપની ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓને ખેતી કામ માટે ખેત મજૂરની જરૂર હતી. જેથી ફરિયાદી આરોપી પાંચાભાઇ કોળીને ઓળખતા હોય તેને મજૂર માટેની વાત કરી હતી. ત્યાર બાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જો કે, તેની પાસે આધાર પુરાવા ન હોય ફરિયાદીએ તેને કામે રાખી ન હતી. ત્યાર બાદ ખુશીએ ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તેને કામની ખુબજ જરૂર છે તેવું કહ્યું હતું. 

ત્યાર બાદમાં તે મહિલાને મોરબીના ઉમિયા સર્કલથી ફરિયાદી તેને વાડીએ લઈ ગયા હતા. ત્યારે વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ મહિલાના ફોટા અને વીડીયા બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની અને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કીટ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન, 1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ આરોપીને આપ્યો હતો તો પણ બાકીના રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. અને ફરિયાદીનું અપહરણ કરીને તેને ગોંધી રાખીને ધાક ધમકીઓ આપવામાં આવી હતી જેથી આધેડે એક મહિલા સહિત કુલ 8 લોકોની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.

જે ગુનામાં પહેલા પોલીસે આરોપી જીલુભાઇ વિહાભાઈ પરસાડીયા, મુકેશભાઈ મફાભાઈ આલ, કરણભાઈ દેવરાજભાઈ વરુ, પાંચાભાઇ કાનજીભાઈ માણસુરીયા, દેવાંગભાઈ હરજીભાઈ વેલાણી અને રમેશ ઉર્ફે રામ મેરાભાઈ હાડગડાની ધરપકડ કરેલ હતી આ તમામ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે તેવામાં આ ગુનામાં પીએસઆઇ જે.સી.ગોહિલ અને તેના સ્ટાફ દ્વારા આરોપી હિતેશ ગોકલભાઈ મેર (26) રહે. મેઘવડિયા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલમાં આ ગુનામાં એક મહિલા સહિત કુલ બે આરોપીને પકડવાના બાકી છે. તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News