મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા વુડન પેલેટ બળીને ખાખ, 25 લાખથી વધુનું નુકશાન


SHARE









મોરબીના ભડીયાદ રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા વુડન પેલેટ બળીને ખાખ, 25 લાખથી વધુનું નુકશાન

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કોઈ કારણોસર તૈયાર માલનો જથ્થો રાખવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર લાકડાના પેલેટમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે લાકડા બળી ગયા હતા જેથી કરીને ત્યાં રાખવામા આવેલ તૈયાર માલ તૂટી પડ્યો હતો અને મલમાં નુકસાન થયું હતું જેથી 25 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ઓદ્યોગીક એકમમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે દરમિયાન મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ વિન્ટેજ સિરામિક નામના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં કારખાનાના ગ્રાઉન્ડમાં વુડન પેલેટની અંદર તૈયાર માલ મૂકવામાં આવ્યો હતો અને તે જગ્યા ઉપર કોઈ કારણોસર આગ લાગવાના કારણે વુડન પેલેટ આગમાં બળી જવાથી સિરામિક ટાઇલ્સનો તૈયાર માલ તૂટી પડ્યો હતો જેથી કારખાનેદારને અંદાજે 25 લાખથી વધુનું નુકસાન થયું હોવાની હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સમીરભાઈ વાલજીભાઈ હુલાણી (30) રહે. ભરતનગર સ્કાય મોલ સામે સનાળા રોડ મોરબી વાળાએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News