હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત


SHARE







મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ હોનારત અને ભૂકંપના લીધે ઘણા લોકોના જન્મના આધાર સહિતના આધાર પુરાવા નાશ પામેલ છે જેથી આવા મતદારનો નામ મતદાર યાદીમાં રહી ન જાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાજ્યના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને મોરબીમાં રહેતા આપના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાગુજરાત ઈલેકશન કમીશનના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ૧૯૭૯ માં આવેલ પુર તેમજ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદી માં દાખલ કરવામાં મુશકેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરેલ છે.






Latest News