વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક 5 થી 6 કાર ઉપર પથ્થરમારો, પથ્થરબાજો અંધારમાં ઓગળી ગયા !


SHARE













મોરબીના રાજપર નજીક 5 થી 6 કાર ઉપર પથ્થરમારો, પથ્થરબાજો અંધારમાં ઓગળી ગયા !

મોરબીના રાજપરથી ચાચાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેથી 5 થી 6 કેટલી કારમાં નાના મોટી નુકસાની થઈ હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ? અને શા માટે કરવામાં આવ્યો હતો ? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવી આવી રહી છે.

સામાન્ય રીતે શિયાળામાં ઠંડી વધે ત્યારબાદ ચોરી, લૂંટફાટ વગેરે જેવી ઘટનાઓ સુમસાન રસ્તા ઉપરરાત્રિના સમયે થતી હોય છે દરમિયાન મોરબી તાલુકાના રાજપરથી ચાચાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રાધે રેસીડેન્સીના વંડા પાસેથી પસાર થતાં કાર ચાલકોની કાર ઉપર ગઈકાલે રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં ખેતર જેવા વિસ્તારમાંથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો જેથી 5 થી 6 જેટલી કારમાં નાના મોટી નુકસાની થઈ હતી અને આ ઘટનાની ગ્રામજનોને જાણ થતા તાત્કાલિક ગ્રામજનો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ બનાવની ગામના સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસ અને ગ્રામજનો દ્વારા આસપાસના વિસ્તારમાં ચેક કરવામાં આવ્યું છતાં કોઈ મળી આવ્યું નથી જેથી પથ્થરમારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ? શા માટે કરવામાં આવ્યો હતો ? તે અંગેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા થયેલ નથી જોકે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈ રાત્રી દરમિયાન એકલદોકલ વ્યક્તિ પસાર થાય તો તેની સાથે લૂંટફાટ જેવી ઘટના ન બને તે માટે તાલુકા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.






Latest News