હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE







મોરબીમાં ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું 181 ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબી પંકથામાંથી એક છ વર્ષની આસપાસની બાળકી રડતી હાલતમા મળી આવી હતી જેથી રિક્ષા ચાલક તેને નજીકના પોલીસ સ્ટેશને સોંપી ગયો હતો ત્યારે બાદ પોલીસે 181 ની ટીમને આ અંગેની જાણ કરી હતી જેથી મોરબી 181 અભયમ તથા પોલીસ દ્વારા બાળકીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારની માહિતી મેળવીને બાળકીને તેના પરિવારને સોંપી દેવામાં આવેલ છે.

મોરબીમાં બે દિવસ પહેલા રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશનથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ હતો કે, એક નાની બાળકી એકલી રસ્તા પર રડતી હતી અને ડરી ગયેલ હતી જેટી રિક્ષાવાળા ભાઈ બાળકીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગયેલ હતા જે અંગેની 181 ટીમને જાણ કરી હતી હતી જેથી 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ વિલાસબેન તેમજ પાયલોટ મહેશભાઈએ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને અજાણી બાળકીને વિશ્વાસમાં લઈને તેના માતા પિતાની માહિતી મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ન હતી જેથી પ્રાથમિક માહિતી મળેલ ન હતી પરંતુ ઘણા પ્રયત્નો બાદ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલિંગ કરતા સામે આવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના છે અને મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલ હોય તેપોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી રમતા- રમતા ઘણી દૂર નીકળી ગયેલ હતી અને રસ્તો ભૂલી ગયેલ હતી તેઓએ આજુ-બાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી જેથી તેઓ પણ ચિંતિત  હતા ત્યાર બાદ તેમની પાસેથી દીકરીના તમામ આધાર-પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ- સુચન માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપીને હવે પછી દીકરીનું ધ્યાન રાખવા માટે સમજાવીને દીકરી તેના પરિવાને સોંપીને બાળકીને તેના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવેલ છે. 






Latest News