મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે


SHARE









મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં કારખાના પાસેથી પસાર થતી ઇકો કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને પોલીસે 1,23,600 ની કિંમતનો કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને આરોપીઓને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં પેગવીન સીરામીક કારખાના સામેથી ઇકો ગાડી નંબર જીજે 3 એબી 5943 પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને કારને ચેક કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે 23,600 ની કિંમતની દારૂની બોટલો તથા 1 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 1,23,600 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ચીકાભાઇ છનાભાઇ વાટુકિયા રહે. દિગસર તાલુકો મુળી તથા આશિષકુમાર હિંમતલાલ પુજારા રહે. આસુન્દ્ર તાલુકો મુળી વાળાની ધરપકડ કરી હતી અને તે બંનેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકામાં રહેતો કરણ ભીલ (17) નામનો કિશોર માણેકવાડા ગામ પાસેથી બાઈકમાં જઈ રહેલ હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ કિશોરને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો ઈશ્વર અમરશીભાઈ કુંભાર (40) નામનો યુવાન લાલપર ગામ નજીક હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર રહેતા જયંતભાઈ શાંતિભાઈ પંડ્યા (63) નામના વૃદ્ધને ગોરખજડિયા ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News